
દેશભરમાં 'વસ્તી ગણતરી ૨૦૨૭'ના મહાઅભિયાનનો સત્તાવાર પ્રારંભ! રાષ્ટ્રીય મહત્વના આ કાર્યના પ્રથમ તબક્કા અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું છે કે, આ પ્રક્રિયામાં દરેક નાગરિકનો સક્રિય અને સચોટ સહકાર અત્યંત જરૂરી છે. 💻 શું છે 'સેલ્ફ ઇન્યુમરેશન' (સ્વગણતરી) સુવિધા? વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે ઘરોની ગણતરી કરાશે. જેના ભાગરૂપે આજથી એટલે કે તા. ૧૭ મે થી ૩૧ મે સુધી તમામ નાગરિકો ઓનલાઈન પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાની વિગતો જાતે જ નોંધી શકશે. 📲 ઓનલાઈન ફોર્મ ભરવાની સરળ રીત: 1️⃣ પોર્ટલ પર જઈને પોતાનો મોબાઈલ નંબર દાખલ કરો અને OTP સબમિટ કરો. 2️⃣ ઘર અને સુવિધાઓ અંગેના કુલ ૩૩ પ્રશ્નોના સચોટ જવાબો ઓનલાઈન ભરો. 3️⃣ વિગતો સબમિટ કર્યા બાદ એક વિશેષ આઈડી (ID) જનરેટ થશે, જેને સાચવી રાખો. ⏳ સમય અને શક્તિની થશે બચત: આગામી તારીખ ૧ જૂનથી ૩૦ જૂન સુધી જ્યારે વસ્તી ગણતરીના કર્મચારીઓ (ગણતરીદારો) તમારા ઘરે રૂબરૂ આવશે, ત્યારે તમારે માત્ર આ ઓનલાઈન મેળવેલો ID આપવાનો રહેશે. ID નાખતા જ બધી વિગતો આપોઆપ રિફ્લેક્ટ થઈ જશે, જેથી તમારો અને તંત્ર બંનેનો સમય બચશે. 📞 કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ માટે હેલ્પલાઈન: નાગરિકો વસ્તી ગણતરી અંગેની કોઈપણ માહિતી માટે ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ પર સંપર્ક કરી શકે છે. લોક-સુખાકારી અને ભવિષ્યના જનકલ્યાણના નિર્ણયો માટે વસ્તી ગણતરીનો આ ડેટા પાયાનું માધ્યમ બનશે. તો આવો, આજે જ એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીએ!
This post was published on 17th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.