
માર્ગ અકસ્માત પછીનો પ્રથમ 60 મિનિટનો સમય 'ગોલ્ડન અવર' તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં જો ઘાયલ વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર મળી જાય, તો તેના બચવાની શક્યતા વધી જાય છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે અકસ્માત જોઈને ગભરાવાને બદલે રાહ-વીર બનીને પીડિતને નજીકની હોસ્પિટલ પહોંચાડે, કારણ કે તમારી થોડીક જાગૃતિ કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકે છે. સરકારની આ યોજના હેઠળ જે વ્યક્તિ અકસ્માત પીડિતને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડશે, તેને ₹25,000નું પ્રોત્સાહક ઇનામ અને સન્માન પત્ર આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે મદદ કરનાર વ્યક્તિને પૂછપરછ માટે રોકાવાની કે પોલીસ કાર્યવાહીમાં જોડાવાની કોઈ ફરજ પાડવામાં આવતી નથી. 'ગુડ સમરિટન' કાયદા હેઠળ મદદગારને સંપૂર્ણ સુરક્ષા મળે છે, જેથી તેઓ કોઈપણ પ્રકારના દબાણ વગર માનવતાનું કાર્ય કરી શકે.
This post was published on 12th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 2 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.