
નખત્રાણામાં આજે જે આગ લાગી એ જોઈને લાગે છે કે હવે નખત્રાણા પાસે પોતાની સુવિધા હોવી બહુ જરૂરી છે. નગરપાલિકા વિકાસના કામો તો કરી જ રહી છે, પણ ફાયર ફાઈટર જેવી સવલત અત્યારે સૌથી પહેલા જોઈએ. આજે તો ઘાસ હતું એટલે લોકોએ ભેગા મળીને આગ ઓલાવી દીધી, પણ ભગવાન ના કરે જો ક્યારેય કંઈ મોટું થાય તો આપણે ભુજની જ રાહ જોવી પડે. ભુજથી ગાડી આવતા ૩૦ મિનિટ થાય, અને આગમાં ૩૦ મિનિટ એટલે બહુ મોટો સમય કહેવાય. નગરપાલિકાને ૩ વર્ષ થયા, હવે નખત્રાણા આ બાબતે સ્વનિર્ભર બને એ જ સમયની માંગ છે. અમારો કહેવાનો મતલબ એટલો જ છે કે બીજા વિકાસના કામોની સાથે જનતાની સુરક્ષા માટે પોતાની ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ હોવી જોઈએ. જો આપણી પાસે પોતાની સુવિધા હોય તો જ આપણે સુરક્ષિત રહી શકીએ. આશા છે કે નગરપાલિકા આ વાત પર ધ્યાન આપશે અને જલ્દી નખત્રાણાને આ સુવિધા મળશે.
This post was published on 15th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 24 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.