
મારું નામ ડિમ્પલબા ચાવડા છે અને હું AIMS Group of Hospitals માં Chief Operating Officer તરીકે ફરજ બજાવું છું. મારા વ્યાવસાયિક જીવન ઉપરાંત, મારા જીવનનો સાચો હેતુ ડોગ્સના જીવન બચાવવાનો અને તેમના માટે જાગૃતિ ફેલાવવાનો છે શહેરો તેમજ ગામડાઓમાં. મારા ઇનિશિએટિવ @barkinghope દ્વારા, હું લોકોમાં સ્ટ્રે ડોગ્સની સંભાળ રાખવા અને જો કોઈ પ્રાણી ઇજાગ્રસ્ત થાય તો જવાબદારીપૂર્વક મદદ કરવા અંગે જાગૃતિ ફેલાવું છું. મોટરસાયકલ રાઈડિંગ મારા મનમાં ક્યારેય આવ્યું નહોતું કે હું ક્યારેક આ રીતે પ્રવાસ કરીશ. હું એક મધ્યવર્ગીય પરિવારમાંથી આવું છું, જ્યાં જવાબદારીઓ ઘણી હોય છે અને ઘણીવાર સપનાઓને પાછળ મૂકી દેવા પડે છે. છતાં, મારા અંદર ક્યાંક એક ચિંગારી હતી કંઈક એવું કરવાની ઈચ્છા, જેનાથી હું લોકો સુધી પહોંચી શકું અને આ નિર્ભર (અબોલ) જીવ માટેનો મારો હેતુ લોકો સુધી પહોંચાડી શકું. મારા પતિ, જે એક ટૂરિંગ મોટરસાયકલ રાઈડર છે, તેઓ મારી પ્રેરણા બન્યા. તેમની પાસેથી મને આ રસ્તો મળ્યો કે પ્રવાસને જાગૃતિ ફેલાવવાનો એક શક્તિશાળી માધ્યમ બનાવી શકાય. મોટરસાયકલ મુસાફરી દ્વારા મેં સમજ્યું કે હું અલગ અલગ જગ્યાઓ પર જઈ શકું છું, લોકો સાથે મળી શકું છું અને એક મહત્વપૂર્ણ સંદેશ આપી શકું છું સ્ટ્રે ડોગ્સની સંભાળ રાખો, અને જો કોઈ ડોગને વાહન અકસ્માતથી ઈજા થાય તો ત્યાંથી ચાલ્યા ન જશો ઉભા રહીને મદદ કરો. કચ્છમાં ઘણા NGO આવા ઇજાગ્રસ્ત પ્રાણીઓ માટે સતત કાર્ય કરી રહ્યા છે, અને સમયસર મદદ મળે તો તેમના જીવન બચાવી શકાય છે. મને દૃઢ વિશ્વાસ છે કે કચ્છની દીકરીઓમાં ખૂબ સાહસ અને શક્તિ છે. તેઓ જે ક્ષેત્ર પસંદ કરે તેમાં આગળ આવી શકે છે અને પોતાના સપનાઓ સાકાર કરી શકે છે. દરેક દીકરીને હું કહેવા માંગું છું મોટું સપનું જુઓ, ઊંચું લક્ષ્ય રાખો તમે જેટલા પોતાને સમજો છો તેનાથી ઘણાં વધારે શક્તિશાળી છો. બહાર નીકળો, દુનિયા જુઓ અને પ્રવાસ કરો, કારણ કે પ્રવાસથી મળતા અનુભવ અને શીખ કોઈ પણ પુસ્તક કે વર્ગખંડમાં નથી મળતા. અજાણી જગ્યાઓ પર તમે જાતે પરિસ્થિતિ સંભાળો છો, અને એથી આત્મવિશ્વાસ વધે છે, જે જીવનમાં ખૂબ ઉપયોગી બને છે. નોંધ: જે દીકરીઓ મોટરસાયકલ ચલાવવાનું શીખવા માંગે છે, તેઓ મને Instagram પર @bootoverheels પર મેસેજ કરી શકે છે. મને તેમને માર્ગદર્શન આપીને બાઈક ચલાવવું શીખવવામાં આનંદ થશે.
This post was published on 14th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 156 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 32 comments which are greater than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.