
આપ સૌને નમ્ર વિનંતી છે કે, કચ્છમાં છેલ્લા ઘણા મહિનાઓથી માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. રસ્તા પર વહેતું દરેક લોહી કોઈકના ઘરનો દીવો બુઝાવી નાખે છે. યાદ રાખો કે, ઘરે તમારી રાહ જોતી તમારી પત્ની, વૃદ્ધ માતા-પિતા અને માસૂમ બાળકોની ખુશીઓ તમારા સુરક્ષિત પહોંચવા પર નિર્ભર છે. આપણી નાનકડી બેદરકારી આખા પરિવારને કાયમ માટે વેરવિખેર કરી શકે છે. માટે, રસ્તા પર નીકળો ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરો, કારમાં હોવ તો સીટ બેલ્ટનો ઉપયોગ કરો અને હંમેશા ગતિ મર્યાદા જાળવો. ઉતાવળમાં ઘર પહોંચવા કરતાં, સલામત રીતે પહોંચવું વધુ મહત્વનું છે. તમારા અને તમારા પરિવારના સુખ માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, કારણ કે તમારું જીવન અમૂલ્ય છે. સુરક્ષિત રહો અને અન્યોને પણ સુરક્ષિત રાખો.
This post was published on 11th June, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 19.9K followers on Instagram and has a total of 3.9K post.This post has received 783 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 21.92% per post on Instagram. This post has received 11 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.