
શ્રેષ્ઠ કામગીરી બદલ નખત્રાણા પી.આઈ એ.એમ.મકવાણા સાહેબનું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સન્માન નખત્રાણા ખાતે ફરજ બજાવતા કર્મનિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા ને તેમની ઉત્તમ,અસરકારક અને જનહિતકારી કામગીરી બદલ નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ ધનાણી અને મહામંત્રી રાજેશભાઈ પલણએ જણાવ્યું કે પી.આઈ મકવાણા સાહેબ સતત હકારાત્મક અભિગમ રાખી નખત્રાણામાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવી રહ્યા છે અને વેપારીઓ તથા નાગરિકોને પડતી મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપી ઝડપી ઉકેલ લાવે છે. ઉપપ્રમુખ દિનેશભાઈ જોશીએ ઉમેર્યું કે મકવાણા સાહેબને નખત્રાણાના લોકો“પોઝિટિવ અધિકારી”તરીકે ઓળખે છે અને વેપારી વર્ગમાં તેમની સારી છાપ છે.છેલ્લા બે વર્ષમાં તાલુકામાં થયેલી નોંધપાત્ર કામગીરી બદલ વેપારીઓએ પ્રશંસા વ્યક્ત કરી હતી.ખાસ કરીને કોટડા જડોદર ગામે ૩૦ લાખના દાગીનાની લૂંટ કેસમાં આરોપીની ધરપકડ,તેમજ ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપરી અધિકારીઓની સૂચના મુજબ કરેલી અસરકારક કામગીરી બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા.૨૦૨૪માં મળેલી ડીજીપી ડિસ્ક બદલ પણ શુભેચ્છા વ્યક્ત કરાઈ.આ અવસરે પી.આઈ મકવાણા સાહેબને શાલ અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં કિશોરભાઈ સોની,ખજાનચી નીતિનભાઈ ઠક્કર,છગનલાલભાઈ ઠક્કર,ગંગારામભાઈ,મામદભાઈ ખત્રી,ભરતભાઈ,જીતુભા જાડેજા,મેઘાભાઈ રબારી સહિત ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
This post was published on 07th January, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 11.4K followers on Instagram and has a total of 2.4K post.This post has received 32 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 0.5% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.