
સામખિયાળી રોડ પર ફોરવ્હીલરે યુવાનને હડફેટે લેતા મોત : ગુણાતીત રોડ પર બાઈક છોટા હાથી સાથે ભટકાતા એકનું મોત : ગાંધીધામમાં ટ્રકમાંથી ડ્રાઈવરનું હૃદય રોગના હુમલાથી મોત : ગાંધીધામમાં યુવાનનું શ્વાસની બિમારીથી મૃત્યુ પૂર્વ કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અલગ અલગ બનાવમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ જેસલમેર રાજસ્થાન ખાતેના વિરેખાન અમરેખાન હિંગોરજા (ધંધો ડ્રાઈવીંગ)એ સામખિયાળી પોલીસમાં આપેલ ફરિયાદ મુજબ આરોપી રીઝટ કાર ફોવ્હીલર નં.જીજે-૧૯-એએમ-૪૮૪૭ના ચાલકે બેદરકારી ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી પગે ચાલીને જતા ફરિયાદીના ભાણેજ ઈશાનખાન હિંગોરજાને હડફેટે લઈ છાતીના ડાબા પડખામાં ઈજા કરી મોત નિપજ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભચાઉ તાલુકાના ભવાનીપુરથી ગુણાતીત જતા રોડ પર જાડેજા ફાર્મ પાસે આરોપી હરેશચંદ્ર રવિન્દ્રભાઈ ચૌહાણ (રહે. ભવાનીપુર) દ્વારા ફરિયાદી જયશિશ હરીનાથ ચૌહાણના કાકાને પોતાની બાઈક પર પાછળ બેસાડી પુર ઝડપે બેદરકારીથી ચલાવી આગળ જતા છોટાહાથી જીજે-૦૩-બીવી-૩૦૦૬ સાથે ભટકાવી એક્સિડન્ટ કરી ફરિયાદીના કાકાને માથાના છાતીના ભાગે ઈજાઓ પહોંચતા મોત થયું હતું. પોતાને જમણા હાથમાં ફ્રેક્ચર અને ડાબા પગમાં ફ્રેકચર તથા છાતીમાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકમાં રામબાગ હોસ્પિટલ આદિપુરના તબીબ કિર્તન શાહે જણાવ્યું હતું કે, મરણજનાર સુરેશ જીવરામ ચંદ (ઉ.વ. ૪૭) (રહે. નજબાગઢ સાઉથ પોસ્ટ, દિલ્હી) જે ટ્રકનો ડ્રાઈવર છે તે ટ્રકની અંદર મૃત્યુ થયું હતું. જેને ટ્રકના માલિક હરેશ નારાણ હુંબલ રામબાગ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જેની તપાસ કરતા તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો ગાંધીધામ બી-ડિવિઝનમાં રામબાગ હોસ્પિટલમાં તબીબ ધવલ હડિયાએ પોલીસમાં જણાવ્યા મુજબ શ્વાસની બિમારીના કારણે સમંતકુમાર ચૌઠીરામ (ઉ.વ. ૧૯) (રહે. કાર્ગો ઝુપડપટ્ટી) જેને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તેનું મૃત્યું થયું હતું. જેથી પીએમ માટે તેમના ભાઈ શૈલેષકુમાર ચોઠીરામ રામબાગ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી. #kutchshwetnewsupdated #kutchshwetnewsgandhidham #Kutch #kutchgujarat #gandhidham #mundra #kutchshwetnews #kutchnews #kutchshwet #bhuj #naliya #latastupdatenews
This post was published on 22nd September, 2025 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 6.3K followers on Instagram and has a total of 1.2K post.This post has received 111 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 2.01% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #bhuj #kutchshwet #kutchshwetnewsupdated #gandhidham #kutchshwetnewsgandhidham #kutchgujarat #Kutch #kutchnews #kutchshwetnews #mundra has been used frequently in this Post.