
નવરાત્રિના પ્રથમ દિવસથી આત્મનિર્ભર ભારત તરફ દેશ મોટું પગલું ભરવા જઈ રહ્યો છે 22 સપ્ટેમ્બરના સૂર્યોદય સાથે જ દેશમાં નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ લાગુ થઈ જશે દેશની વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યનાં સપનાંને ધ્યાનમાં લઈને GSTના નવા સુધારા લાગુ થઈ રહ્યા છે નવા સ્વરૂપમાં મુખ્ય રીતે હવે માત્ર 5% અને 18%ના ટેક્સ સ્લેબ રહેશે. તેનો અર્થ છે, રોજબરોજના ઉપયોગની વધુ પડતી ચીજો વધુ સસ્તી થઈ જશે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદી છેલ્લાં 11 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. તેમની પોતાની આકાંક્ષાઓ છે, પોતાનાં સપનાં છે. આ વર્ષે સરકારે 12 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરીને તેમને એક ઉપહાર આપ્યો મધ્યમ વર્ગના જીવનમાં મોટા બદલાવ અને સુવિધા બાદ હવે ગરીબ વર્ગ, નિઓ-મિડલ ક્લાસનો વારો છે. GST ઓછો થવાથી નાગરિકો માટે સપનાં પૂરાં કરવાં વધુ સરળ હશે એ સામાન ખરીદીએ, જે 'મેડ ઇન ઇન્ડિયા' હોય. જેમાં દેશના નવયુવાનોની મહેનત હોય. આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવવાનું છે. દરેક દુકાનને સ્વદેશીથી સજાવવાની છે. આ દરેક ભારતીયનો મિજાજ બનવો જોઈએ. આ થશે તો ભારત ઝડપથી 'વિકસિત' બનશે મારો દરેક રાજ્ય સરકારોને પણ આગ્રહ છે. 'આત્મનિર્ભર ભારત'ના આ અભિયાન સાથે, સ્વદેશીના આ અભિયાન સાથે પોતાના રાજ્યમાં મેન્યુફેક્ચરિંગને ગતિ આપે. પૂરેપૂરા ઉત્સાહ સાથે જોડાય. રોકાણ માટે માહોલ સર્જે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને આગળ વધશે તો આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે. ભારતનું દરેક રાજ્ય વિકસિત બનશે, ભારત વિકસિત બનશે રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ મોદી
This post was published on 21st September, 2025 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 6.3K followers on Instagram and has a total of 1.2K post.This post has received 11 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 2.01% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.