
રાજકોટમાં ઘરેથી પાણીપુરી ખાવાનું કહીને નીકળેલી મહિલાનો બીજે દિવસે મૃતદે મળ્યો 😳 મૃતક મહિલા 33 વર્ષીય સ્નેહા હિતેશભાઈ આસોડિયા હોવાનું જાણવા મળ્યું હતું. ભગવતીપરામાં કોપરગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાએ શનિવારે મોડી સાંજે પતિને ફોન કરી જણાવ્યું હતું કે તે પાણીપુરી ખાવા જઈ રહ્યા છે અને ફેક્ટરીથી પાછા આવતા તેમને સાથે લેતા જાય. જોકે પતિ પરત આવ્યા હતા, પરંતુ પત્ની મળી ન હતી. જ્યારે રવિવારે સવારે તેમનો મૃતદેહ તેમના ઘરથી 200 મીટર દૂર મળી આવ્યો હતો. થોડા સમય બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી. ઘરકંકાશથી કંટાળી પતિ હિતેશે જ પોતાની પત્નીનું લોખંડના સળિયાનો ઘા મારી મર્ડર કર્યાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. હત્યા બાદ આરોપી પતિએ એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે પત્ની પાણીપુરી ખાવા ગઈ અને ઘરે પરત ફરી નથી. ત્રણ વર્ષ પહેલા સ્નેહા સાથે લગ્ન થયા હતા અને ત્યારબાદથી જ બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. શનિવારે સાંજના સમયે જ્યારે પત્નીનો કોલ આવ્યો ત્યારે પણ ઝઘડો કરતા પતિ રોષે ભરાઈ ગયો હતો અને કારખાનેથી જ લોખંડનો સળીયો લઈને નીકળ્યો હતો અને બહાર લઈ જવાના બહાને પત્નીને લઈ નીકળ્યો હતો. એક વિધિ કરાવવાનું કહીને ઘરેણા પત્નીના શરીર પાસેથી ઉતરાવી લીધા હતા. એવી વિગત પણ જાણવા મળી હતી કે સ્નેહાને જમણી બાજુની આંખ પાસે બે ઈંચનો ઉંડો ઘા જોવા મળ્યો છે જે કોઈ બોથડ પદાર્થથી મારવામાં આવ્યો છે. આ ઉપરાંત તેનો જમણી બાજુનો કાન પણ છૂંદાયેલો છે સાથે સાથે સ્નેહાના નાકમાં પણ ઈજા પહોંચી છે તેને નીચે પડી જવાને કારણે થઈ હોવાનું લાગી રહ્યું છે અને સ્નેહાને ઢસડવામાં પણ આવ્યાનું ઈજાઓ પરથી દેખાયું હોવાનું પોસ્ટમોર્ટમ પરથી ખુલ્યું હતું. . . . #RajkotNews #RajkotCrime #GujaratNews #BreakingNewsIndia #CrimeAlertIndia #LatestUpdate #CrimeStory #NewsUpdate #RajkotLive #RajkotUpdate #GujaratiNews #VadodaraNews #SuratNews #AhmedabadNews #TrueCrimeIndia #CrimeInvestigation #ViralReelIndia #TrendingReelsIndia #IndiaNewsLive #Ahmedabaddiaries #TrendingNow #ReelsTrending #ExplorePage #1MViewsTarget #Wifemurder #DomesticViolence #Shockingincident #CruelHusband
This post was published on 26th November, 2025 by Sonni Bhatt on her Instagram handle "@sonnibhatt (Jeswani Bharti)". Sonni Bhatt has total 121.5K followers on Instagram and has a total of 1.0K post.This post has received 21.5K Likes which are greater than the average likes that Sonni Bhatt gets. Sonni Bhatt receives an average engagement rate of 2.2% per post on Instagram. This post has received 576 comments which are greater than the average comments that Sonni Bhatt gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #CrimeStory #LatestUpdate #CrimeAlertIndia #RajkotUpdate #NewsUpdate #GujaratNews #BreakingNewsIndia #RajkotNews #RajkotCrime #RajkotLive has been used frequently in this Post.