
અમદાવાદના ચાંદખેડામાં લુલુ મોલ દ્વારા દેશનો સૌથી મોટો મોલ બનાવવા માટે 519 કરોડમાં જમીન ખરીદવામાં આવી છે. પ્લોટની ખરીદી માટે લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 25.45 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી છે. લુલુ ગ્રુપ દ્વારા કુલ 66,168 ચોરસ મીટરની જમીન ખરીદવા માટે મ્યુનિ. પાસેથી પ્લોટ ખરીદવામા આવ્યા છે. મ્યુનિ. પાસેથી 381, 382, 383, 391 અને 396 એમ કુલ પાંચ પ્લોટ ખરીદવામા આવ્યા છે. મ્યુનિ.ની 76/બી ટીપી સ્કીમ પર આવનારા દિવસોમા લુલુ ગ્રુપ દ્વારા મોટેપાયે મોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારે મહત્ત્વનું છે કે વાઘબારસના દિવસે લુલુ ગ્રુપ દ્વારા જમીનનો સોદો કરી સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી સરકારને કરવામાં આવી હતી. હાલ લુલુ ગ્રુપે લખનઉમાં બનાવેલો મોલ સૌથી મોટો છે. ઉલ્લેખનીય છે કે લુલુ ગ્રુપના માલિક યુસુફ અલીના પિતા એક સમયે અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. મોલ 3,000 કરોડના ખર્ચે 30 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં બનશે અમદાવાદનો લુલુ મોલ બનાવવામાં અંદાજિત 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એની સાઈઝ 30 લાખ સ્કવેર ફૂટ જેટલી હશે, જેમાં 300 નેશનલ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડ, 15 મોટા મલ્ટીપ્લેક્સ અને 3 હજાર લોકો એક સાથે બેસીને જમી શકે એટલી મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જ્યારે લખનઉનો લુલુ મોલ 2 હજાર કરોડના ખર્ચે બનેલો છે અને એની સાઈઝ 22 લાખ સ્કવેર ફૂટ છે. Follow us @riverfrontahmedabad #Ahmedabad #ahmedabadupdate #ahmedabadnews #lulumall #india #amdavad #ahmedabaddiaries #diwali #diwali2025 #gujaratupdates #explorepage #lulumallahmedabad No copyright infringement intended | Edited by @riverfrontahmedabad.
This post was published on 21st October, 2025 by Sonni Bhatt on her Instagram handle "@sonnibhatt (Jeswani Bharti)". Sonni Bhatt has total 113.9K followers on Instagram and has a total of 947 post.This post has received 24.4K Likes which are greater than the average likes that Sonni Bhatt gets. Sonni Bhatt receives an average engagement rate of 2.82% per post on Instagram. This post has received 48 comments which are lower than the average comments that Sonni Bhatt gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #diwali #india #ahmedabaddiaries #Ahmedabad #amdavad #lulumall #gujaratupdates #ahmedabadupdate #diwali2025 #ahmedabadnews has been used frequently in this Post.